View Hymn (Bhajan)
Hymn No. 915 | Date: 11-Aug-19941994-08-111994-08-11છૂટ્યું બાણ જ્યાં ધનુષ્યમાંથી, ઘાયલ એ કોઈને કે કોઈને કરી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhutyum-bana-jyam-dhanushyamanthi-ghayala-e-koine-ke-koine-kari-jayaછૂટ્યું બાણ જ્યાં ધનુષ્યમાંથી, ઘાયલ એ કોઈને કે કોઈને કરી જાય છે
નિશાન પર લાગતા, કામ તમામ એ કરી જાય છે
હોય બાણ એ તીર ના કે હોય બાણ નજરના, બાણ એ તો બાણ છે
ધનુષ્યમાંથી છૂટેલું બાણ પ્રાણ હરી જાય છે, મોતને શરણે એ પહોંચાડી જાય છે
લાગતા નજરના તીર, દિલ ઘાયલ બની જાય છે
હોય બાણ જો જબાન ના તો, કેટલાય હૈયાને ચીરી એ જાય છે
બચે ભલે આ બધા બાણમાંથી કોઈ, માયાના બાણ તો બધાને ઘાયલ કરી જાય છે
ના એમાંથી કોઈ બચી શકે છે, માયાનાં બાણ તો સહુ ને કોઈને ઘાયલ કરે છે
પ્રભુના દિલને જો કોઈ, પ્રેમના બાણથી વીંધી જાય છે
દુનિયાના હરએક બાણના વારથી, એ તો બચી જાય છે
છૂટ્યું બાણ જ્યાં ધનુષ્યમાંથી, ઘાયલ એ કોઈને કે કોઈને કરી જાય છે