View Hymn (Bhajan)
Sr No. 918 | Date: 11-Aug-19941994-08-111994-08-11તારી મસ્તી પ્રભુ છે બહુ મસ્ત, ક્યારેક મસ્ત મને બનાવી દેતીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-masti-prabhu-chhe-bahu-masta-kyareka-masta-mane-banavi-detiતારી મસ્તી પ્રભુ છે બહુ મસ્ત, ક્યારેક મસ્ત મને બનાવી દેતી
તો તારી રે મસ્તી પ્રભુ, ક્યારેક મને ખૂબ મૂંઝવી રે દેતી
તારી આ મસ્તી, મારી કસ્તીને ક્યારેક ખૂબ હલાવી રે જાતી
મસ્ત-મસ્ત મસ્તી તારી પ્રભુ, ક્યારેક ખૂબ રડાવી રે જાતી
ભોળી-ભોળી સૂરત તારી, રહસ્ય બધું છુપાવી તારામાં દેતી
તારી આ મસ્તી જો મને ના સમજાતી, મૂંઝવણ એમાં મારી વધી રે જાતી
ક્યારેક-ક્યારેક, એ તારી સંગ મને લડાવી રે જાતી
તો ક્યારેક, તારામાં ને તારામાં સમાવવાની અનુભૂતિ, એ કરાવી જાતી
તારી તો મસ્તી પ્રભુ, મને ખૂબ મૂંઝવી રે જાતી
ક્યારેક સુલઝનને ઊલઝનમાં, તો ક્યારેક ઊલઝનને સુલઝનમાં ફેરવી એ જાતી
તારી મસ્તી પ્રભુ છે બહુ મસ્ત, ક્યારેક મસ્ત મને બનાવી દેતી