View Hymn (Bhajan)
Hymn No. 2553 | Date: 06-Aug-19981998-08-061998-08-06ચિંતા કરી કરીને હું કંટાળી ગયો છું, મને શાંતિથી જીવતા શીખવાડોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chinta-kari-karine-hum-kantali-gayo-chhum-mane-shantithi-jivata-shikhavadoચિંતા કરી કરીને હું કંટાળી ગયો છું, મને શાંતિથી જીવતા શીખવાડો
ભૂલી ગયો છું ભાન હું ખોટી ચિંતામાં, મને શાંતિથી જીવતા શીખવાડો
કરું છું શા માટે હું જીવનમાં ચિંતા, ખબર એ નથી પણ ચિંતાથી મુક્તિ આપો
પ્રભુ કરું છું હાથ જોડીને તને આ વિનંતી, કે સઘળી ચિંતા મારી મિટાવો
કારણ વગરના કારણ ગોતી કરતો રહ્યો હું ચિંતા, મારી ચિંતા તમે મિટાવો
પ્રભુ એક છે આશ તારી મને, મારા વિચારો ને ભાવોથી બચાવો
નથી મજબૂર છતા છું મજબૂર, મજબૂરીભર્યા ભાવ દિલમાંથી મિટાવો
ચાહું છું પ્રભુ સ્મરણ તારુ હરપળ, નામ તમારું લેતા મને શીખવાડો
ખોવાઈ ના જાઊ હું જીવનમાં તમને છોડીને ક્યાંક મારા મનને એ સમજાવો
પ્રભુ જીવનમાં મને તમે ચિંતાથી, મુક્ત રહેવાનું શીખવડો
ચિંતા કરી કરીને હું કંટાળી ગયો છું, મને શાંતિથી જીવતા શીખવાડો