View Hymn (Bhajan)
Hymn No. 2552 | Date: 06-Aug-19981998-08-061998-08-06હૈયામાં ઊંડે ઊંડે ખેંચાણ એવા જાગે છે, એ ખેંચાણ મને ખેંચી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-unde-unde-khenchana-eva-jage-chhe-e-khenchana-mane-khenchi-jayaહૈયામાં ઊંડે ઊંડે ખેંચાણ એવા જાગે છે, એ ખેંચાણ મને ખેંચી જાય છે
કરું છું બચવા કોશિશ હું જીવનમાં, કહીં ન કહીં ક્યારેક ને ક્યારેક એ જાગી જાય છે
કહું શું બીજું જીવનમાં, ક્યારેક વધારે તો ક્યારેક ઓછા ખેંચાણ જાગી જાય છે
ક્યારેક મુસીબતમાં ફસાવી જાય છે, તો ક્યારેક મીઠી મુંઝવણ ઉભી એ કરી જાય છે
ચાહું છું ના જાગે હૈયામાં નવા નવા ખેંચાણ, પણ એ તો જાગતા ને જાગતા જાય છે
કદી મને મારાથી ચોરાવી જાય છે, તો કદી મને ચિંતાતુર કરી જાય છે
આવે છે આંખે આંસુ ક્યારેક તો ક્યારેક એ મસ્તી જન્માવી જાય છે
હરતા ફરતા મારા હૈયાને, હજારો ખેંચાણો ખેંચી જાય છે
દર્દ જન્માવે છે દિલમાં એ તો સદાય, જ્યાં દિલ અન્ય ઠેકાણે અટવાય છે
ભૂલી જાય છે નિજ સ્વરૂપને જ્યાં, એ ખેંચાણોમાં ખેંચાઈ જાય છે
હૈયામાં ઊંડે ઊંડે ખેંચાણ એવા જાગે છે, એ ખેંચાણ મને ખેંચી જાય છે