View Hymn (Bhajan)
Hymn No. 2554 | Date: 06-Aug-19981998-08-061998-08-06સમજી શકું તને સદાય સાચી રીતે ને સારી રીતે, સમજણ સદાય માગું છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaji-shakum-tane-sadaya-sachi-rite-ne-sari-rite-samajana-sadaya-magumસમજી શકું તને સદાય સાચી રીતે ને સારી રીતે, સમજણ સદાય માગું છું
ન જગાવું શંકા કદીય તારામાં પ્રભુ, વિશ્વાસ હું એટલો માગું છું
સંજોગોવશ થઇને ના કરું કોઈ ફરિયાદ, પ્રભુ યાદ તારી મારામાં સમાવવા માગું છું
ભૂલીને દુઃખદર્દ સઘળા સદા, રહું તારા ધ્યાનમાં, શક્તિ એટલી માંગું છું
ના કરું સમય બરબાદ હું જીવનમાં, ખોટા વિચારોમાં ખોવાઇને વિચાર સદા તારા માગું છું
કરી નજદીકીની વાત કેમ કહું, દિલમાં સતત સ્મરણ તારું માગું છું
મિટાવીને ખુદને થઇ શકું એક તારામાં, વિશુદ્ધતા એટલી હું માગું છું
પ્રભુ કરતો રહું પ્યાર તને હરપળ ને હરક્ષણ, પ્યાર એવો હું માગું છું
પ્રભુ આપવાનું મન થાય જ્યારે તને, આપી દેજે એ આશીર્વાદ ના બીજું કાંઈ માગું છું
ભૂલીને બધી નારાજગી હરપળ, હું રાજી રેવા માગું છું
સમજી શકું તને સદાય સાચી રીતે ને સારી રીતે, સમજણ સદાય માગું છું