View Hymn (Bhajan)
Hymn No. 4842 | Date: 19-Aug-20192019-08-192019-08-19દૈવત-અદૈવતના ખેલ છે ન્યારા, સમજની સમજમાં ના આવનારાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=daivataadaivatana-khela-chhe-nyara-samajani-samajamam-na-avanaraદૈવત-અદૈવતના ખેલ છે ન્યારા, સમજની સમજમાં ના આવનારા
સમજ્યા જે આ ખેલ એ પૂર્ણતાના પ્રદેશમાં પ્રસ્થાન કરનારા
ના સમજ્યા જે આ એ સંસારના નૃત્યમાં નાચ નાચનારા
અદૈવતે કરી સ્થાપના એવી કે એ સમજમાં ના આવનારા
મથે મથે ઘણા ઘણા જીવ સમજવા લીલા એની, તોય કળી ના શકનારા
દૈત્ય ભાવોની રચના કરનારા, ભ્રમણાના ભવસાગરમાં ભુલાવનારા
જાગ્યું જ્યાં દૈત ત્યાં થઈ રચના સૃષ્ટિની, ત્યાં જ બધે એ ભુલાયા
તારા-મારાની રમતમાં ખોવાયા, સહુ કોઈ અહીં ભવના ફેરા ત્યાં લખાયા
લીલા એની ન્યારી તો જુઓ, જેમણે બધાને ભ્રમણામાં ભમાવ્યા
સમજી-વિચારી જે થાક્યા એ તો, હાથ જોડીને વિનંતી કરવાના
ભૂલીને તારું-મારું જેના, એક તુંના તાર જોડાયા, એ પાછા ફર્યા
દૈવત-અદૈવતના ખેલ છે ન્યારા, સમજની સમજમાં ના આવનારા