દર્દ આવ્યું જ્યાં જીવનમાં, ત્યાં હું તો બેકાબૂ બની ગઈ
જરૂર હતી જ્યાં કાબૂની, ત્યાં બેકાબૂ હું તો બની ગઈ
જાગ્યા હૈયે જ્યારે ખોટા ભાવો, ત્યારે બેકાબૂ હું તો બની ગઈ
હતી જ્યાં સંયમની જરૂર, પણ સંયમમાં હું તો ન રહી
ન જોયું દર્દના અસ્તિત્વને, ન દર્દને હૈયામાં સમાવી શકી
દેખાડી દર્દ બીજાને, દુઃખી એમને કરતી રહી
હતું દર્દ તો મારી અંદર, ન સમાવી શકી જો એને હસતે મુખે
તો કેમ કરી સમાવું મારા પ્રભુને?
એ પણ છે મારી અંદર, પણ છે એ તો દર્દની અંદર, નથી ક્યાંય એ બહાર
સમાવશે મને એ તો પોતાની અંદર જ્યારે, ત્યારે સમાવશે એ મારા દર્દને
મારા દુઃખે, એ પણ તો દુઃખી થવાના છે
હશે જ્યારે અંતરની પોકાર, તો ક્ષણ માત્રના વિલંબ વગર, આવશે મારા વહાલા જરૂર
ત્યાં આપી દર્શન પોતાના, કરશે મારો બેડો પાર જરૂર
- સંત શ્રી અલ્પા મા
darda āvyuṁ jyāṁ jīvanamāṁ, tyāṁ huṁ tō bēkābū banī gaī
jarūra hatī jyāṁ kābūnī, tyāṁ bēkābū huṁ tō banī gaī
jāgyā haiyē jyārē khōṭā bhāvō, tyārē bēkābū huṁ tō banī gaī
hatī jyāṁ saṁyamanī jarūra, paṇa saṁyamamāṁ huṁ tō na rahī
na jōyuṁ dardanā astitvanē, na dardanē haiyāmāṁ samāvī śakī
dēkhāḍī darda bījānē, duḥkhī ēmanē karatī rahī
hatuṁ darda tō mārī aṁdara, na samāvī śakī jō ēnē hasatē mukhē
tō kēma karī samāvuṁ mārā prabhunē?
ē paṇa chē mārī aṁdara, paṇa chē ē tō dardanī aṁdara, nathī kyāṁya ē bahāra
samāvaśē manē ē tō pōtānī aṁdara jyārē, tyārē samāvaśē ē mārā dardanē
mārā duḥkhē, ē paṇa tō duḥkhī thavānā chē
haśē jyārē aṁtaranī pōkāra, tō kṣaṇa mātranā vilaṁba vagara, āvaśē mārā vahālā jarūra
tyāṁ āpī darśana pōtānā, karaśē mārō bēḍō pāra jarūra
|
Explanation in English
|
|
The moment pain arrived in my life, I completely lost control!
Exactly where self-control was needed, I became completely out of control.
When negative emotions awoke within my heart, I completely lost control.
Where restraint was deeply required, I failed to remain disciplined.
I did not recognize the deeper purpose of pain, nor could I absorb it into my heart;
Instead, by projecting my pain onto others, I kept making them miserable.
The pain was entirely inside me; if I could not welcome it with a smiling face,
How then can I ever welcome and accommodate my Lord?
For He too resides within me, but He lives inside the very core of my pain.
He is nowhere outside, and eventually, He will absorb me completely into Himself;
He will then embrace and dissolve my suffering.
Seeing my grief, He too is bound to feel my sorrow.
When there is a true cry rising from the depths of my soul, then without a single moment of delay, my Beloved will surely come;
And by granting His divine vision, He will surely ferry my soul across.
|