View Hymn (Bhajan)

Sr No. 146 | Date: 09-Nov-19921992-11-09પડી ગઈ આદત, જીવનમાં આદત પડી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=padi-gai-adata-jivanamam-padi-gai-adataપડી ગઈ આદત, જીવનમાં આદત પડી ગઈ

પડી ક્યાંથી? જાણ એની તો મને ના થઈ

દત્તક તો મેં એને લઈ લીધી

ખોટી ને ખોટી આદત તો જીવનમાં પડતી રહી

પ્રેમે-પ્રેમે, હું તો એનો સ્વીકાર કરતી રહી

સમય-સમય પર ખેલી ખેલ, ખિલાડી મને બનાવતી રહી

કોરા કાગળ પર અક્ષરો લખાઈ ગયા

કાગળ એ તો ત્યાં કોરા ન રહ્યાં

ખાલીપાને ભરવા, આદત તો પડી ગઈ હતી

દુઃખદાઈ પણ ના છૂટી શકી, કે ના તૂટી શકી

પણ દિવસે-દિવસે તો, સંબંધ ગાંઠ બાંધી ગઈ

છતે સુખે, દુઃખી એ તો કરતી ગઈ

ત્યારે માથે હાથ ધરી, હું તો બેસી ગઈ

પડી ગઈ આદત, જીવનમાં આદત પડી ગઈ
Padi gai adata, jivanamam adata padi gai

View Original
Increase Font Decrease Font

 
પડી ગઈ આદત, જીવનમાં આદત પડી ગઈ

પડી ક્યાંથી? જાણ એની તો મને ના થઈ

દત્તક તો મેં એને લઈ લીધી

ખોટી ને ખોટી આદત તો જીવનમાં પડતી રહી

પ્રેમે-પ્રેમે, હું તો એનો સ્વીકાર કરતી રહી

સમય-સમય પર ખેલી ખેલ, ખિલાડી મને બનાવતી રહી

કોરા કાગળ પર અક્ષરો લખાઈ ગયા

કાગળ એ તો ત્યાં કોરા ન રહ્યાં

ખાલીપાને ભરવા, આદત તો પડી ગઈ હતી

દુઃખદાઈ પણ ના છૂટી શકી, કે ના તૂટી શકી

પણ દિવસે-દિવસે તો, સંબંધ ગાંઠ બાંધી ગઈ

છતે સુખે, દુઃખી એ તો કરતી ગઈ

ત્યારે માથે હાથ ધરી, હું તો બેસી ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


paḍī gaī ādata, jīvanamāṁ ādata paḍī gaī

paḍī kyāṁthī? jāṇa ēnī tō manē nā thaī

dattaka tō mēṁ ēnē laī līdhī

khōṭī nē khōṭī ādata tō jīvanamāṁ paḍatī rahī

prēmē-prēmē, huṁ tō ēnō svīkāra karatī rahī

samaya-samaya para khēlī khēla, khilāḍī manē banāvatī rahī

kōrā kāgala para akṣarō lakhāī gayā

kāgala ē tō tyāṁ kōrā na rahyāṁ

khālīpānē bharavā, ādata tō paḍī gaī hatī

duḥkhadāī paṇa nā chūṭī śakī, kē nā tūṭī śakī

paṇa divasē-divasē tō, saṁbaṁdha gāṁṭha bāṁdhī gaī

chatē sukhē, duḥkhī ē tō karatī gaī

tyārē māthē hātha dharī, huṁ tō bēsī gaī
Explanation in English Increase Font Decrease Font

A habit has formed; in my life, a habit has deeply formed!

Where did it come from? I have absolutely no awareness of its origin.

Yet, I blindly adopted it as my own;

One after another, wrong habits kept creeping into my life.

With continuous affection, I kept accepting and embracing it.

Playing its games from time to time, it kept turning me into its puppet player.

Words have now been written upon the once blank canvas of paper;

That paper is no longer blank anymore.

To fill my inner emptiness, this habit had taken root;

Painful though it was, it could neither be broken nor abandoned,

Instead, day by day, it tied a tighter knot of relationship with me.

Despite having all comforts and happiness around me, it kept making me miserable;

Leaving me to sit down in despair, holding my head in my hands.