View Hymn (Bhajan)
Sr No. 3596 | Date: 20-Aug-19991999-08-201999-08-20ધીરે ધીરે તારા અંતરના, ઊંડાણમાં અમે ઉતરી જાશુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dhire-dhire-tara-antarana-undanamam-ame-utari-jashumધીરે ધીરે તારા અંતરના, ઊંડાણમાં અમે ઉતરી જાશું
તારા રૂપ રંગમાં અમે સમાઈ જાશું
તારી સંગ સંગ હરપળ, અમે અમારી વિતાવશું
તું ભૂલે કે યાદ કરે અમને, તારી મરજી
તારા પ્યારમાં અમે ખુદને ભૂલી જાશું
સંકલ્પની કેડીએથી પસાર થઈને, સિધ્દિ હાંસીલ કરી લેશું
તારી મહોબતના નશામાં, અમે તો તરી જાશું
કહી રહ્યાં છીએ આ વાત આજ, અમે દિલને અમારા
કે ધીરે ધીરે સમુંદરની, ગહેરાઈમાં પહોંચી જાશું
વ્યાપક્તા ને વિશાળતાના રંગમાં, અમે ઓગળી જાશું
ધીરે ધીરે અમે તારા અંતરના, ઊંડાણમાં ઉતરી જાશું
ધીરે ધીરે તારા અંતરના, ઊંડાણમાં અમે ઉતરી જાશું