View Hymn (Bhajan)
Hymn No. 4651 | Date: 12-Oct-20172017-10-122017-10-12દિલની વાત છે, દિલથી દિલને કહું છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dilani-vata-chhe-dilathi-dilane-kahum-chhumદિલની વાત છે, દિલથી દિલને કહું છું
જાણે છે પ્રભુ તું બધું, છતાં દિલ ખાલી કરું છું
સમજાતું નથી કાંઈ, શું સાચું-શું ખોટું, હકીકત તને કહું છું
જાણ નથી કોઈ વાતની, વાત આ સાચી કહું છું
કરાવવું હોય તને તે તું કરાવજે, બસ આટલું કહું છું
પળ પ્રતિ પળ પાઉં તારી સમીપતા, એ ચાહું છું
એકરૂપતા ને તદરૂપતા માટે, સતત તને વીનવું છું
અવસ્થાથી મારી તું અવગત છે, છતં તને કહું છું
ફરિયાદ નથી, કોઈ માગ નથી, હાલે દિલનો ઇઝહાર કરું છું
દિલની વાત છે, દિલથી દિલને કહું છું