View Hymn (Bhajan)
Hymn No. 2592 | Date: 24-Aug-19981998-08-241998-08-24દિલની વિશાળતા તો સહુને ગમે છે, વિશાળતામાં રમવા તો હરકોઈ ચાહે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dilani-vishalata-to-sahune-game-chhe-vishalatamam-ramava-to-harakoi-chaheદિલની વિશાળતા તો સહુને ગમે છે, વિશાળતામાં રમવા તો હરકોઈ ચાહે છે
પણ ચુકાવવી પડે છે જે કિંમત, એના કાજે ના કોઈ એ ચૂકવવા તૈયાર થાય છે
ચાહે છે દિલની વિશાળતા સહુ કોઈ, કે શાંતિ ને પ્રેમ તો સહુને ગમે છે
લેવાનું આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ ત્યાગ કરવા કોણ તૈયાર થાય છે
ત્યાગને ત્યાગથી ભરપૂર જીવન, જે અપનાવવા તૈયાર થઈ જાય છે
વિશાળતા તો એના હૃદયમાં, આપોઆપ પોતાનો વાસ કરતા જાય છે
પ્રેમ પામવા સહુ કોઈ ચાહે છે, જે પ્રેમ કરવા તૈયાર થઇ જાય છે
વિશાળતા એના હૈયામાં, સહવાસ સદાને માટે તો કરી જાય છે
વિશાળતાની ઔર માંડીયે જ્યાં પહેલું પગલું, ત્યાં પ્રભુ પણ કસોટી કરી લે છે
ભુલાવવા ચાહે છે એ તો બધું, જુએ છે કે કોને કેટલું યાદ રહે છે
દિલની વિશાળતા તો સહુને ગમે છે, વિશાળતામાં રમવા તો હરકોઈ ચાહે છે