View Hymn (Bhajan)
Hymn No. 2616 | Date: 01-Sep-19981998-09-011998-09-01નિરખતા રહ્યા વર્ષોથી એકબીજાને, કરતા રહ્યા પ્યાર એકબીજાનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nirakhata-rahya-varshothi-ekabijane-karata-rahya-pyara-ekabijaneનિરખતા રહ્યા વર્ષોથી એકબીજાને, કરતા રહ્યા પ્યાર એકબીજાને
તોય એ તો એકબીજાથી સદા દૂર ને દૂર રહ્યા
ખોવાઈને રહ્યા એકબીજામાં કે નદીના પૂરના, ના એમને કોઈ ખ્યાલ રહ્યા
વહેતા નીર વહેતા રહ્યા ને, એ તો એકબીજાને નિરખતા રહ્યા
વિશાળતા એમના હૈયાની કે, નદીને એ કેટલી સહાય કરતા રહ્યા
ભૂલીને ખુદનું મિલન, સરિતાનું મિલન સાગર સંગ કરાવતા રહ્યા
વહી નદી પોતાની વચ્ચેથી તોય, ક્રોધિત એ તો ના થયા
પોતાના પ્યારમાં નીર નદીના પણ એ પ્યારથી સમાવતા ગયા
જોવા વાળાઓએ એમને દૂર કહયા, પણ એ તો એકરૂપતાના રંગમાં રંગાતા રહ્યા
નદીનો પ્રવાહ તો હતો એમના પ્યારનું અમી, કે પ્યારભરી સરિતામાં એ સરકતા ગયા
નિરખતા રહ્યા વર્ષોથી એકબીજાને, કરતા રહ્યા પ્યાર એકબીજાને