દુઃખ દર્દથી જીવન જેના દબાઈ ગયા, જીવનમાં ના કાંઈ એ કરી શક્યા
સામનો કર્યો દુઃખ દર્દનો જેણે જીવનમાં, એ જીવન જીવી ગયા
ડરી ગભરાઈને જીવન જીવ્યા, ના એ કાંઈ કરી શક્યા
હસતા રહ્યાં મુસ્કુરાતા રહ્યાં સદા જે, એ જીવનને જીવન આપી ગયા
ખુદના દુઃખ દર્દમાં ડૂબી પ્રચાર એનો જે કરતા રહ્યા, જીવનમાં ના કાંઈ એ કરી શક્યા
અન્યના દુઃખદર્દને મિટાવ્યા જેણે, જીવન તો એ જીવી ગયા
સંજોગોની સામે ઝૂકી ગયા, ટૂટી ગયા જે, એ જીવનમાં ના કાંઈ કરી શક્યા
ઢાલ બની ઊભા રહ્યાં જે સંજોગો સામે, એ મકસદને પામી ગયા
જીવનમાં જે ચૂનૌતીઓ સામે હારી ઘૂટના ટેકીને બેસી ગયા, ના કાંઈ એ કરી શક્યા
સામનો કર્યો જીવનમાં, ઝીલ્યો પડકાર હરએક ચૂનૌતીનો, એ જીવન જીવી ગયા
- સંત શ્રી અલ્પા મા
duḥkha dardathī jīvana jēnā dabāī gayā, jīvanamāṁ nā kāṁī ē karī śakyā
sāmanō karyō duḥkha dardanō jēṇē jīvanamāṁ, ē jīvana jīvī gayā
ḍarī gabharāīnē jīvana jīvyā, nā ē kāṁī karī śakyā
hasatā rahyāṁ muskurātā rahyāṁ sadā jē, ē jīvananē jīvana āpī gayā
khudanā duḥkha dardamāṁ ḍūbī pracāra ēnō jē karatā rahyā, jīvanamāṁ nā kāṁī ē karī śakyā
anyanā duḥkhadardanē miṭāvyā jēṇē, jīvana tō ē jīvī gayā
saṁjōgōnī sāmē jhūkī gayā, ṭūṭī gayā jē, ē jīvanamāṁ nā kāṁī karī śakyā
ḍhāla banī ūbhā rahyāṁ jē saṁjōgō sāmē, ē makasadanē pāmī gayā
jīvanamāṁ jē cūnautīō sāmē hārī ghūṭanā ṭēkīnē bēsī gayā, nā kāṁī ē karī śakyā
sāmanō karyō jīvanamāṁ, jhīlyō paḍakāra haraēka cūnautīnō, ē jīvana jīvī gayā
|