View Hymn (Bhajan)

Sr No. 3141 | Date: 28-Dec-19981998-12-28કિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kinara-vagarani-ankha-chhe-prabhu-tari-majadharani-gaherai-chhe-emam-bhariકિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારી

ડૂબતા ને ડૂબતા ગયા અમે જેમ, એમાં ડૂબવાની મજા અમને ખૂબ આવી

સમુંદરના સમુંદર સમાઈ જાય એમાં, અનંત છે ગહેરાઈ એમાં સમાઈ

મટી ગઈ સઘળી ઘૂંટન એમાં મારી, મળી મને એમાં શાંતિ ખૂબ નિરાળી

મળ્યું એમાં મને બધું, વિસરી એમાં મેં જાત મારી, કિનારા વગરની …

ગહેરાઈ છે એટલી ના માપી મપાય, છુપાઈ છે એમાં મજા બહુ પ્યારી

નથી બંધન કોઈ એમાં, નથી કાંઈ એમાં છૂપી કોઈ દુનિયાદારી

પ્યાર ને પ્યારથી ભરેલી પ્રભુ, અનંત ગહેરાઈ છે એમાં સમાઈ

ડૂબે જે કોઈ એકવાર એમાં, ના મજા એને બીજે ક્યાંય એવી આવી

શાંતિ ભરી લહેરો ઉઠતી રહે જેમાં, સતત, છે આંખ તારી બહુ ન્યારી …

કિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારી
Kinara vagarani ankha chhe prabhu tari, majadharani gaherai chhe emam bhari

View Original
Increase Font Decrease Font

કિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારી

ડૂબતા ને ડૂબતા ગયા અમે જેમ, એમાં ડૂબવાની મજા અમને ખૂબ આવી

સમુંદરના સમુંદર સમાઈ જાય એમાં, અનંત છે ગહેરાઈ એમાં સમાઈ

મટી ગઈ સઘળી ઘૂંટન એમાં મારી, મળી મને એમાં શાંતિ ખૂબ નિરાળી

મળ્યું એમાં મને બધું, વિસરી એમાં મેં જાત મારી, કિનારા વગરની …

ગહેરાઈ છે એટલી ના માપી મપાય, છુપાઈ છે એમાં મજા બહુ પ્યારી

નથી બંધન કોઈ એમાં, નથી કાંઈ એમાં છૂપી કોઈ દુનિયાદારી

પ્યાર ને પ્યારથી ભરેલી પ્રભુ, અનંત ગહેરાઈ છે એમાં સમાઈ

ડૂબે જે કોઈ એકવાર એમાં, ના મજા એને બીજે ક્યાંય એવી આવી

શાંતિ ભરી લહેરો ઉઠતી રહે જેમાં, સતત, છે આંખ તારી બહુ ન્યારી …

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kinārā vagaranī āṁkha chē prabhu tārī, majhadhāranī gahērāī chē ēmāṁ bhārī

ḍūbatā nē ḍūbatā gayā amē jēma, ēmāṁ ḍūbavānī majā amanē khūba āvī

samuṁdaranā samuṁdara samāī jāya ēmāṁ, anaṁta chē gahērāī ēmāṁ samāī

maṭī gaī saghalī ghūṁṭana ēmāṁ mārī, malī manē ēmāṁ śāṁti khūba nirālī

malyuṁ ēmāṁ manē badhuṁ, visarī ēmāṁ mēṁ jāta mārī, kinārā vagaranī …

gahērāī chē ēṭalī nā māpī mapāya, chupāī chē ēmāṁ majā bahu pyārī

nathī baṁdhana kōī ēmāṁ, nathī kāṁī ēmāṁ chūpī kōī duniyādārī

pyāra nē pyārathī bharēlī prabhu, anaṁta gahērāī chē ēmāṁ samāī

ḍūbē jē kōī ēkavāra ēmāṁ, nā majā ēnē bījē kyāṁya ēvī āvī

śāṁti bharī lahērō uṭhatī rahē jēmāṁ, satata, chē āṁkha tārī bahu nyārī …