View Hymn (Bhajan)
Hymn No. 1012 | Date: 12-Oct-19941994-10-121994-10-12દુઃખી નથી હું તોય, ખુદને દુઃખી ગણી રહ્યો છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=duhkhi-nathi-hum-toya-khudane-duhkhi-gani-rahyo-chhumદુઃખી નથી હું તોય, ખુદને દુઃખી ગણી રહ્યો છું
લઈને સહારો દુઃખનો, છું દુઃખી એવું હું કહેતો રહ્યો છું
મારી સમજશક્તિને, દિવસે દિવસે હું ખોઈ રહ્યો છું
જીવનમાં પડછાયા પાછળ હું દોડી રહ્યો છું
શરૂઆતથી અંત સુધી, મંત્ર એક જ જપતો રહ્યો છું
દુઃખી છું, દુઃખી છું, એના સિવાય ના કાંઈ હું બોલ્યો છું
સમજદારીને ના સમજી, વચ્ચે ભેદ સદા ઊભો કરતો રહ્યો છું
જીવનના સાગરમાં આવતા, પૂરોમાં તણાતો રહ્યો છું
સુખને જોવા સુખની તમન્નામાં, હું ભટકી રહ્યો છું
આવે જે કાંઈ સામે, સમજીને દુઃખ એને, આવકારી રહ્યો છું
દુઃખનો સહારો લઈને, સુખી થવા હું નીકળ્યો છું
દુઃખી નથી હું તોય, ખુદને દુઃખી ગણી રહ્યો છું