View Hymn (Bhajan)
Hymn No. 1013 | Date: 12-Oct-19941994-10-121994-10-12પળમાં લાગે બધું દુઃખભર્યું, લાગે બધું અસત્ય જૂંઠું રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=palamam-lage-badhum-duhkhabharyum-lage-badhum-asatya-junthum-reપળમાં લાગે બધું દુઃખભર્યું, લાગે બધું અસત્ય જૂંઠું રે
બીજી પળમાં લાગે બધું સુખભર્યું, લાગે બધું સત્ય ને સાચું રે
પળપળમાં બદલાતું લાગે બધું, મૂંઝાઊં છું હું એમાં ઘણું રે
બદલાતી પળના પલકારામાં, કોને ગણવું સાચું, કોને ગણવું જૂંઠું રે
દુઃખભરી વાત પણ સુખ, ક્યારેક સુખ આપતી જાય રે
સુખભરી સગવડ દુઃખનું કારણ બનતી જાય રે, મૂંઝાઊં છું એમાં ઘણું
સમયની આ રમતને ઓળખવામાં, હું ધોખો ખૂબ ખાઊં રે
ક્યારેક વિશ્વાસ તો ક્યારેક અવિશ્વાભર્યા શ્વાસ લેતો જાઉં રે
પ્રભુ તારી કરામતને સમજતા પણ ના સમજાય રે
કરું ખૂબ માથાઝીક, મૂંઝવણ તોય મારી દૂર ના થાય રે
પ્રભુ તારી વાત સમજવા છતાં, મારાથી ના આચરણ મુકાય રે
પળમાં લાગે બધું દુઃખભર્યું, લાગે બધું અસત્ય જૂંઠું રે