View Hymn (Bhajan)
Hymn No. 1011 | Date: 12-Oct-19941994-10-121994-10-12દુર્ગુણોથી છું ભરેલો, દુર્ગુણ મારા દૂર કરી દે પ્રભુ, દુર્ગુણ મારા દૂર કરી દેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=durgunothi-chhum-bharelo-durguna-mara-dura-kari-de-prabhu-durguna-maraદુર્ગુણોથી છું ભરેલો, દુર્ગુણ મારા દૂર કરી દે પ્રભુ, દુર્ગુણ મારા દૂર કરી દે
તારી પાસે આવવા ચાહું, મને તું તારી પાસે બોલાવી લે
કરીને કૃપા પ્રભુ, મારા દુર્ગુણોને તું દૂર કરી દે
કરીને દુર્ગુણને દૂર, સદગુણોથી તું મને ભરી દે
વેરઝેર મિટાવી હૈયાના, પ્રેમ ને ભક્તિભાવ તું ભરી દે
અશાંતિભરી ક્ષણો દૂર કરી, હૈયામાં સાચી શાંતિ જગાવી દે
દુર્ગુણોથી છું ભરેલો પ્રભુ હું, અપનાવી મને તું સવારી લે
સજાવી દે મારા અંતરને તું, સદગુણના પુષ્પ ભેટ આપી દે
આપી દે એવા આશીર્વાદ હૈયામાં, નિઃસ્વાર્થ પ્રેમ જગાવી દે
છે અંતિમ ઇચ્છા તારામાં સમાવવાની, એને તું પૂરી કરી દે
દુર્ગુણોથી છું ભરેલો, દુર્ગુણ મારા દૂર કરી દે પ્રભુ, દુર્ગુણ મારા દૂર કરી દે