View Hymn (Bhajan)
Hymn No. 1016 | Date: 12-Oct-19941994-10-121994-10-12દુનિયાનો ક્રમ જે ચાલે છે, તે ચાલતો રહેવાનો જ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=duniyano-krama-je-chale-chhe-te-chalato-rahevano-ja-chheદુનિયાનો ક્રમ જે ચાલે છે, તે ચાલતો રહેવાનો જ છે
તને ગમે કે ના ગમે, તારા ગમાઅણગમા પર ના એનો આધાર અટકવાનો છે
મરજી ચાલે છે જ્યાં માલિકની, ત્યાં તારી મરજી ના કાંઈ ચાલવાની છે
પ્રભુની બનાવેલી આ દુનિયામાં, જે જેમ ચાલે છે એ તેમ ચાલવાનું છે
તારી ખોટી આદતો ને બદલાવવાની તને જરૂર છે, તને ગમે કે ના ……..
છોડીને દુનિયાદારી, તને તારી જાતને ઓળખવાની છે
છે કોણ સારું ને કોણ ખરાબ, એ પારખવાનું ના તારું કામ છે
છે જે તારું કામ તને પારખવાનું, એ કેમ તું ભૂલી જાય છે
ગમાઅણગમાને લઈ લઈને, સંગ તું શાને ફરે છે
મળી છે જિંદગી તને જેના કાજે, કામ એ અધૂરું તારે પૂરું કરવાનું છે
દુનિયાનો ક્રમ જે ચાલે છે, તે ચાલતો રહેવાનો જ છે