View Hymn (Bhajan)
Hymn No. 1015 | Date: 12-Oct-19941994-10-121994-10-12નથી આવડતું જ્યાં બોલતા, ત્યાં પ્રભુ તને કહું તો શું કહુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-avadatum-jyam-bolata-tyam-prabhu-tane-kahum-to-shum-kahumનથી આવડતું જ્યાં બોલતા, ત્યાં પ્રભુ તને કહું તો શું કહું
નથી આવડતું જ્યાં કાંઈ કહેતા, ત્યાં મારા દિલની વાત કેમ કરી કહું
કહેવા ચાહું ઘણું ઘણું, કહું તો તને કેમ ને કેવી રીતે રે કહું
અંતરમાં છુપાયેલી મારી મેલાશને, દૂર કરવા હું તો ચાહું
કરવા ચાહું ઇઝહાર એનો, કેમ કરી ઇઝહાર એનો હું તો કરું
પહોંચી નથી શક્તી જ્યાં દિલ સુધી, ત્યાં વ્યથા એની કેમ કરી કહું
ચાહુ કાંઈક ને માંગુ કાંઈક, બસ મૂંઝવણમાં સદા મૂંઝાતી રહું
ના સમજાઈ જ્યાં હાલત મારી મને, ત્યાં કઈ વાત હું મુખેથી કહું
દર્દ ને દર્દ લઈને દિલમાં, બસ હું તો સદા ફરતી ને ફરતી રહું
કહું કાંઈ તો ઓછા થાય, કહયા વિના દર્દ વધતું ને વધતું રે જાય
નથી આવડતું જ્યાં બોલતા, ત્યાં પ્રભુ તને કહું તો શું કહું