View Hymn (Bhajan)
Hymn No. 1017 | Date: 20-Oct-19941994-10-201994-10-20શ્વાસેશ્વાસે જીવનમાં તો એવા લેવા છે, શ્વાસ તો એવા લેવા છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvaseshvase-jivanamam-to-eva-leva-chhe-shvasa-to-eva-leva-chheશ્વાસેશ્વાસે જીવનમાં તો એવા લેવા છે, શ્વાસ તો એવા લેવા છે
મહેકે જીવન જેમાં, મહેકે મન જેમાં, બની રહે મહેક જેમાં, શ્વાસ તો એવા લેવા છે
તારી મારી વચ્ચે રહેલું અંતર, શ્વાસેશ્વાસે ઓછું કરવું છે
પ્રભુ આપણી મુલાકાતની એ ઘડીને, શ્વાસેશ્વાસે નજદીક લાવવી છે
નીકળે સુમધુર સંગીત જેમાંથી, શ્વાસ તો મને એવા લેવા છે
ચાહે સહુ આવું જીવન જીવવા, જીવન એવું મને જીવવું છે
મસ્તીભરી મધહોશીમાં રહી, સદા મને વિહરવું છે
સાચા સિદ્ધાંતોને અપનાવી, જીવનનો શૃંગાર મને વધારવો છે
સ્મરણ રહે તારું સતત જેમાં, શ્વાસ મને એવા લેવા છે
દર્દ ને દુઃખ ભૂલીને, સુખ ભર્યા શ્વાસ લેવા છે, શ્વાસ તો એવા લેવા છે
શ્વાસેશ્વાસે જીવનમાં તો એવા લેવા છે, શ્વાસ તો એવા લેવા છે