View Hymn (Bhajan)
Hymn No. 1010 | Date: 07-Oct-19941994-10-071994-10-07સમય સમય પર જ્યાં સમયનું કામ ના કર્યું, સમય ત્યાં જિંદગીમાં બરબાદ કર્યોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaya-samaya-para-jyam-samayanum-kama-na-karyum-samaya-tyam-jindagimamસમય સમય પર જ્યાં સમયનું કામ ના કર્યું, સમય ત્યાં જિંદગીમાં બરબાદ કર્યો
સમયની બરબાદીએ જીવનને ના આબદ કર્યું, સમય સમય ……..
સમજ સમજીને પણ જ્યાં નાસમજીભર્યું વર્તન કર્યું ત્યાં સમજે કાંઈ ના કર્યું
નાદાનીભર્યા વર્તને એ જીવનને ના આબદ કર્યું, સમય સમય ……..
સંજોગો સંજોગો પ્રમાણે મન રહ્યું બદલાતું, ત્યાં સ્થિરતાએ કાંઈ ના કર્યું
મળ્યા ઉપર ઉઠવા કાજે જે, નીચે એ તો નમાવવા પર એણે મજબૂર કર્યું
હરપળથી ને હરક્ષણથી, સાવધાન ને જાગૃત જ્યાં ના રહ્યા
ના રહ્યા સુરક્ષિત, ત્યાં સલામતી એ ત્યાં કાંઈ ના કર્યું
સમજીને એક નશો જીવનને, જ્યાં બરબાદ ને બરબાદ કર્યું
સુખચેન છોડ્યા સાથ જીવનના, આનંદે કાંઈ ના કર્યું
સમય સમય પર જ્યાં સમયનું કામ ના કર્યું, સમય ત્યાં જિંદગીમાં બરબાદ કર્યો