View Hymn (Bhajan)
Hymn No. 4646 | Date: 17-Jul-20172017-07-172017-07-17એ જ અકળાટ ને એ જ કકળાટ, આપ્યો છે જેણે તને તરફડાટSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=e-ja-akalata-ne-e-ja-kakalata-apyo-chhe-jene-tane-taraphadataએ જ અકળાટ ને એ જ કકળાટ, આપ્યો છે જેણે તને તરફડાટ
બંધ કર તારા અકળાટ ને બંધ કર કકળાટ, તો મળશે નવી વાટ
હરકોઈ ચાહે સદાય જીવનમાં તો, શાંતિનો રે સંગાથ
જાગે સાચી સમજ ને જાગે સાચો પ્યાર, ત્યારે થાય બંધ બકવાસ
બધું મળે જીવનમાં જો જાગે, હૃદયમાં સાચી એની પ્યાસ
ખાલી ખોટી ઇચ્છાઓ તો જગાડે, હૈયામાં ખોટો ઉકળાટ
ઇચ્છાઓને ના મળે કિનારો, ઊભો થાય જીવનમાં ત્યાં રઝળાટ
કર્તા તો જગતને ચલાવે છે, તો બંધ કર ખોટા તારા ઉત્પાત
એ જ અકળાટ ને એ જ કકળાટ, આપ્યો છે જેણે તને તરફડાટ