માનમાં ફુલાવું ગમે છે સહુને, અપમાન ના કોઈને ગમે છે
અપમાનના ડંખ ભૂલવા કઠણ છે, ના ભૂલ્યા એ ભુલાય છે
ગમા-અણગમાની પરિભાષા તો, સંજોગે સંજોગે બદલાય છે
આખરે આ બધી વાતોમાં તો, આખરે જીવ ફસાય છે
વીતી જાય છે જીવન વ્યર્થતા તરફ, ના એ સમજાય છે
સમજ સમજ પર બધું બદલાય છે, એ સમજ વગર ના કાંઈ થાય છે
આવ્યા, ખાધું-પીધું, શ્વાસ લીઘો ને છોડ્યો, ભવ પૂરો ત્યાં થઈ જાય છે
આધિ, વ્યાધિ ને ઉપાધિની બૂમો પાડતો, આ જીવ રહી જાય છે
સત્ય સમજીને સાચા માર્ગની, જાણ પ્રાપ્તિ થાય છે
એને આચરીને એને પામી શકાય છે, હકીકત આ ના બદલાય છે
- સંત શ્રી અલ્પા મા
mānamāṁ phulāvuṁ gamē chē sahunē, apamāna nā kōīnē gamē chē
apamānanā ḍaṁkha bhūlavā kaṭhaṇa chē, nā bhūlyā ē bhulāya chē
gamā-aṇagamānī paribhāṣā tō, saṁjōgē saṁjōgē badalāya chē
ākharē ā badhī vātōmāṁ tō, ākharē jīva phasāya chē
vītī jāya chē jīvana vyarthatā tarapha, nā ē samajāya chē
samaja samaja para badhuṁ badalāya chē, ē samaja vagara nā kāṁī thāya chē
āvyā, khādhuṁ-pīdhuṁ, śvāsa līghō nē chōḍyō, bhava pūrō tyāṁ thaī jāya chē
ādhi, vyādhi nē upādhinī būmō pāḍatō, ā jīva rahī jāya chē
satya samajīnē sācā mārganī, jāṇa prāpti thāya chē
ēnē ācarīnē ēnē pāmī śakāya chē, hakīkata ā nā badalāya chē
|