View Hymn (Bhajan)
Hymn No. 4645 | Date: 17-Jul-20172017-07-172017-07-17મળ્યાની કૃતજ્ઞતા ન મનાઈ, ના મળવાની ફરિયાદ જાગી ગઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malyani-kritajnata-na-manai-na-malavani-phariyada-jagi-gaiમળ્યાની કૃતજ્ઞતા ન મનાઈ, ના મળવાની ફરિયાદ જાગી ગઈ
અધૂરી ઇચ્છાઓ ને અતૃપ્તિ જ્યાં જાગી ગઈ, ફરિયાદ જાગી ગઈ
કર્તાની હાજરી ત્યાં વીસરાઈ ગઈ, ફરિયાદ જ્યાં જાગી ગઈ
મનને ને બુદ્ધિને ચકરાવે ચડાવી ગઈ, ફરિયાદ જ્યાં જાગી ગઈ
શાંતિ હૈયાની હરી ગઈ, અસ્થિરતા પ્રદાન કરી ગઈ, ફરિયાદ જ્યાં જાગી ગઈ
ક્યાંક ઈર્ષા, ક્યાંક અસંતોષ, હૈયામાં જાગ્રત એ કરી ગઈ
ભૂલવા નીકળ્યા જાતને, જાતને મહત્ત્વ અપાયું જ્યાં, ત્યાં ...
ભરેલા પાત્ર પર દૃષ્ટિના પડી, ખાલી પાત્રને જોતી રહી
છૂપેલી વૃત્તિઓ બહાર આવી ગઈ, દીદાર એના કરાવી ગઈ
અવસ્થાનો અહેસાસ એ આપી ગઈ, ફરિયાદ જાગી ગઈ
મળ્યાની કૃતજ્ઞતા ન મનાઈ, ના મળવાની ફરિયાદ જાગી ગઈ