View Hymn (Bhajan)
Sr No. 942 | Date: 22-Aug-19941994-08-221994-08-22એક દિન એવો આવશે, જે ખુદને ખુદથી ચોરાવીને લઈ જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=eka-dina-evo-avashe-je-khuda-ne-khudathi-choravi-ne-lai-jasheએક દિન એવો આવશે, જે ખુદને ખુદથી ચોરાવીને લઈ જાશે
નથી ખબર એ ક્યારે આવશે, એક દિન એવો આવશે
જિંદગીની સંગ બધા સંબંધ તો તોડાવી જાશે, એક દિન એવો આવશે
અન્યના તો શું, દેહના સંબંધ એક દિન એ મિટાવી રે જાશે
સુખદુઃખ શું કે શાંતિ-અશાંતિ શું, દરેક ભાવોથી એ દૂર લઈ જાશે
આવશે જ્યારે એ, કોઈ અજાણ્યે ઠેકાણે લઈ જાશે, એક દિન એવો આવશે
આ જગતની શું, ખુદની હસ્તી મિટાવી એ જાશે, એક દિન એવો આવશે
રડાવશે કે હસાવશે, નથી ખબર એની, સાથે એ તો લઈ જાશે
સ્વર્ગના દ્વાર કે નર્કની ગલીઓમાં એ ભટકાવશે, એક દિન એવો આવશે
આવતા-આવતા આવી જાશે, ખબર એની ના પડશે, એક દિન એવો આવશે
એક દિન એવો આવશે, જે ખુદને ખુદથી ચોરાવીને લઈ જાશે