View Hymn (Bhajan)
Hymn No. 4522 | Date: 16-Apr-20162016-04-162016-04-16સતત તારું સ્મરણ, સતત તારામાં રમણ, સતત તારામાં રહુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=satata-tarum-smarana-satata-taramam-ramana-satata-taramam-rahumસતત તારું સ્મરણ, સતત તારામાં રમણ, સતત તારામાં રહું
પ્રભુ કરો કાંઈ હવે તો એવું, કે રહે સતત તારું ને તારું રટણ
વિશ્વાસના પૂર્ણ ખૂલે રે પડદા, કે શ્વાસોમાં ગુંજે નામ તારું
ધડકને ધડકને વાગે મૃદંગ ને વીણા, તારા તો સદૈવ રે
મટે અલગતા સઘળી, મટે સઘળા હવે બધા વિકાર રે
હટે દોષ બધા રે કર્મોના, હટે સઘળા સંતાપ રે
હર દૃશ્યમાં મળે દર્શન તમારાં, કરો વાલા એવું કાંઈ રે
કચાશ સઘળી હરી હૈયાની, પરિપૂર્ણતાનું કરો સિંચન આજ રે
તમારા પ્રેમની ધારામાં ભીંજાઈને, ભૂલીએ સઘળું ભાન રે
મટે અસ્તિત્વ અમારું, મટે સઘળા અલગતાના અહેસાસ રે
બૂઝે સઘળી પ્યાસ પ્રભુ, કે પામીએ પૂર્ણપણે તને આજ રે
સતત તારું સ્મરણ, સતત તારામાં રમણ, સતત તારામાં રહું