એક જ હૃદયમાં ગુંજ છે, બસ સર્વત્ર તું ને તું જ છે
તારું જ રાજ્ય સર્વત્ર છે, તું જ તો તેજપુંજ છે
કાલ કહું, મહાકાલ કહું, સર્વજ્ઞ કહું સર્વત્ર તું ને તું જ છે
પ્રાણ કહું, મહાપ્રાણ કહું, જીવન કહું, કે એ ચૈતન્ય તું જ છે
આકાર આપું કે નિરાકારને નીરખું, પરમ શક્તિ તું જ છે
પ્રાણનો આધાર પ્રભુ કહું, વિશ્વનો આધાર વિભુ કહું
સર્વજ્ઞ ને સર્વત્ર છવાયો હે પરમેશ્વર, તું ને તું જ છે
સૃષ્ટિનો સ્વામી કહું કે એનો રચનારો કહું, કણકણમાં સમાયો તું જ છે
અકળ લીલા તારી ને અકળ તું વિશ્વવિધાતા તો તું ને તું જ છે
હરસૂરમાં, હરશબ્દમાં, હરરાગમાં ને હરરંગમાં, તું ને તું જ છે
- સંત શ્રી અલ્પા મા
ēka ja hr̥dayamāṁ guṁja chē, basa sarvatra tuṁ nē tuṁ ja chē
tāruṁ ja rājya sarvatra chē, tuṁ ja tō tējapuṁja chē
kāla kahuṁ, mahākāla kahuṁ, sarvajña kahuṁ sarvatra tuṁ nē tuṁ ja chē
prāṇa kahuṁ, mahāprāṇa kahuṁ, jīvana kahuṁ, kē ē caitanya tuṁ ja chē
ākāra āpuṁ kē nirākāranē nīrakhuṁ, parama śakti tuṁ ja chē
prāṇanō ādhāra prabhu kahuṁ, viśvanō ādhāra vibhu kahuṁ
sarvajña nē sarvatra chavāyō hē paramēśvara, tuṁ nē tuṁ ja chē
sr̥ṣṭinō svāmī kahuṁ kē ēnō racanārō kahuṁ, kaṇakaṇamāṁ samāyō tuṁ ja chē
akala līlā tārī nē akala tuṁ viśvavidhātā tō tuṁ nē tuṁ ja chē
harasūramāṁ, haraśabdamāṁ, hararāgamāṁ nē hararaṁgamāṁ, tuṁ nē tuṁ ja chē
|