View Hymn (Bhajan)
Hymn No. 4633 | Date: 02-Jul-20172017-07-022017-07-02પ્રેમે પધારો રે વાલા, પ્રેમે પધારો રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=preme-padharo-re-vala-preme-padharo-reપ્રેમે પધારો રે વાલા, પ્રેમે પધારો રે
માંગવા જેવું તો કાંઈ નથી, ના માગીએ કાંઈ પાસે રે તારી
મિલનની મીઠાશ મેળવવા, આજ તમે આવો રે
પ્યારભરી મીઠી મુલાકાતથી, થાક જગતના મિટાવો રે
ભૂખ ને પ્યાસ છે તમને સદૈવ પ્રેમની, તો આવીને આરોગો રે
દિલ ને દિલમાં દિલથી મળવા, આવોને પ્રેમે પધારો રે ....
અનુભવે અનુભવે અનુભવ બસ તમારો ને તમારો રહે...
મુલાકાતને એવી ગહેરી બનાવો રે, તાપ સઘળા મિટાવો રે
જીવન પણ જીવી ઊઠે જીવન, એવું તમે બનાવો રે, પ્રેમે પધારો રે...
કોઈ દૂરી નથી, કોઈ મજબૂરી નથી, આનંદે આનંદે આનંદ છલકાવો રે ...
મધુર સુમધુર સંગીત રેલાશે આપોઆપ, થોડો આરામ તમે ફરમાવો રે... પ્રેમે પધારો રે
પ્રેમે પધારો રે વાલા, પ્રેમે પધારો રે