View Hymn (Bhajan)
Hymn No. 3323 | Date: 13-Mar-19991999-03-131999-03-13એવું શું થઈ ગયું દિલને, એવું શું સૂઝ્યું, જોયું નથી જીવનમાં જેનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=evum-shum-thai-gayum-dilane-evum-shum-sujyum-joyum-nathi-jivanamam-jeneએવું શું થઈ ગયું દિલને, એવું શું સૂઝ્યું, જોયું નથી જીવનમાં જેને
મળવા એને આજ હૈયું મારું તલસી ગયું
મળવાની ઝંખના ને ઝંખનામાં હૈયું, કોમળ ને કોમળ બનતું ગયું, એવું શું …
વહ્યું એમાં જ્યાં પ્રેમનું ઝરણું, આજ એ પ્રેમનો સાગર બની ગયું
હતું છુપાયેલું એમાં તો ઘણું, ઘણું છુપાવવા પ્રભુને એમાં ખોવાઈ ગયું
સાગર સમ ઊછળ્યા મોજા જ્યાં, હૈયામાં વાસ્તવિક્તામાં પ્રેમનો સાગર એ બની ગયું
ઊર્મી અને ભાવોએ હૈયામાં જ્યાં નર્તન કર્યું, પ્યારનું મોજું એમાં તો ઊછળી ગયું
ચાહ્યું જોવા ચંદ્રએ સાગરનું હૈયું, પોતાનું મુખડું એણે હસતું દીઠું
બની જાશે હૈયું જ્યાં પ્રેમનો સાગર, અન્યને દેખાશે એમાં એનું પોતાનું મુખડું
દિલની વિશાળતા અમારી વધી કે, વિશ્વાસ ભાવોને એ સમાવી શક્યું
હરએક દિલ કાજે જાગી પ્રીત કે, દિલ અમારું જ્યાં ત્યાં તને ને તને શોધતું ગયું
એવું શું થઈ ગયું દિલને, એવું શું સૂઝ્યું, જોયું નથી જીવનમાં જેને