View Hymn (Bhajan)
Hymn No. 3324 | Date: 13-Mar-19991999-03-131999-03-13થઈ ગઈ એ તો કેમ નજર મારી, ગુનાહ કરતી ને કરતીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thai-gai-e-to-kema-najara-mari-gunaha-karati-ne-karatiથઈ ગઈ એ તો કેમ નજર મારી, ગુનાહ કરતી ને કરતી
જીવનમાં, આવી નજરને કેમ કરી સચવાય
મળ્યો પાત્ર કે અપાત્ર જીવનમાં, કરી નજર નજરમાં પાછી છુપાઈ જાય, આવી …
પ્રભુ પળક તું તો પાડે નહીં, અનેક નજરો ને નજર તારી સમાવતી જાય
ત્યારે જીવનમાં કહીએ, આવી નજર કેમ પમાય ?
મળતા નજર નજરને, હૈયામાં દર્દ એ જગાવી જાય
એવી નજરને કેમ પહોંચાય જીવનમાં, આવી નજરને કેમ કરી સચવાય ?
મળે પવિત્રતા તારી નજરમાં, ના અન્ય કાંઈ દેખાય
નજરમાં અમારી તો પ્રભુ પળે પળે, બધું બદલાતું દેખાય
પામવી છે નજર તારી પ્રભુ, પણ નજર મારી ગુનાહ કરતી જાય, કે જીવનમાં આવી નજરને કેમ કરી સચવાય
થઈ ગઈ એ તો કેમ નજર મારી, ગુનાહ કરતી ને કરતી