View Hymn (Bhajan)

Sr No. 4613 | Date: 15-Jun-20172017-06-15ઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gha-padata-sharira-para-matribhasha-parakhai-jaya-chheઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છે

ઘા પડતા વિકારો પર, અંતરની અવસ્થા સમજાઈ જાય છે

કોઈ કેટલો પણ દેખાડો કરે, હકીકત ના છૂપી છુપાય છે

સુસજ્જતાના દેખાડા બધા, ફીકા પડી જાય છે

શબ્દોનો થાય પ્રહાર એવો, કે વિકૃતિ ના છૂપી છુપાય છે

ઓળખવું ખુદને એટલું કઠણ નથી, સ્વીકાર એનો ના થાય છે

પોતે જ પોતાને દગો આપે ને વિશ્વાસની અપેક્ષા અન્ય પર રાખતો જાય છે

જે સત્ય કદી ના આચરે, એ અન્ય પર ઇલ્જામ લગાડતો જાય છે

ખુદને ના જોયું કદી, અન્યની ખામી પર હસતો જાય છે

સુધારવા આપણને ઈશ્વર, મોકા પર મોકા આપતો જાય છે

ઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છે
Gha padata sharira para, matribhasha parakhai jaya chhe

View Original
Increase Font Decrease Font

ઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છે

ઘા પડતા વિકારો પર, અંતરની અવસ્થા સમજાઈ જાય છે

કોઈ કેટલો પણ દેખાડો કરે, હકીકત ના છૂપી છુપાય છે

સુસજ્જતાના દેખાડા બધા, ફીકા પડી જાય છે

શબ્દોનો થાય પ્રહાર એવો, કે વિકૃતિ ના છૂપી છુપાય છે

ઓળખવું ખુદને એટલું કઠણ નથી, સ્વીકાર એનો ના થાય છે

પોતે જ પોતાને દગો આપે ને વિશ્વાસની અપેક્ષા અન્ય પર રાખતો જાય છે

જે સત્ય કદી ના આચરે, એ અન્ય પર ઇલ્જામ લગાડતો જાય છે

ખુદને ના જોયું કદી, અન્યની ખામી પર હસતો જાય છે

સુધારવા આપણને ઈશ્વર, મોકા પર મોકા આપતો જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ghā paḍatā śarīra para, mātr̥bhāṣā parakhāī jāya chē

ghā paḍatā vikārō para, aṁtaranī avasthā samajāī jāya chē

kōī kēṭalō paṇa dēkhāḍō karē, hakīkata nā chūpī chupāya chē

susajjatānā dēkhāḍā badhā, phīkā paḍī jāya chē

śabdōnō thāya prahāra ēvō, kē vikr̥ti nā chūpī chupāya chē

ōlakhavuṁ khudanē ēṭaluṁ kaṭhaṇa nathī, svīkāra ēnō nā thāya chē

pōtē ja pōtānē dagō āpē nē viśvāsanī apēkṣā anya para rākhatō jāya chē

jē satya kadī nā ācarē, ē anya para iljāma lagāḍatō jāya chē

khudanē nā jōyuṁ kadī, anyanī khāmī para hasatō jāya chē

sudhāravā āpaṇanē īśvara, mōkā para mōkā āpatō jāya chē