View Hymn (Bhajan)
Sr No. 486 | Date: 06-Nov-19931993-11-061993-11-06ઘર ઘર દીપ પ્રગટી રહ્યાં છે, બાળી અંધકાર પ્રકાશ ફેલાવી રહ્યા છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ghara-ghara-dipa-pragati-rahyam-chhe-bali-andhakara-prakasha-phelavi-rahyaઘર ઘર દીપ પ્રગટી રહ્યાં છે, બાળી અંધકાર પ્રકાશ ફેલાવી રહ્યા છે
સુખ આપી એકબીજાને, એકબીજા પાસે સુખ તો સહુ લઈ રહ્યા છે
જલતા દીવડા મુખ પર બધાના હાસ્ય વેરી રહ્યાં છે
જોઈ હસતા મુખડા સહુના, ટમટમ કરી તારલા આકાશમાં નાચી રહ્યા છે
રાતના અંધકારમાં પણ, ફૂલો સુગંધ વેરતા રહ્યા છે
હરએક હૈયા આનંદમાં નાચી રહ્યા છે, ધરતી પર જાણે સ્વર્ગ ઉતર્યું છે
ભૂલી દુઃખર્દદ ને પ્રગટાવી પ્રેમના રે દીપક, આજ તો બધા ઝૂમી રહ્યાં છે
ખુશી અને આનંદની બાંધી પ્રીત, દિવાળી તો બધા મનાવી રહ્યા છે
પ્રેમની અખંડ જ્યોત દિલમાં જલાવી, ખુશીના રંગેથી સહુ કોઈ રંગાઈ ગયા છે
ભૂલી વેરઝેર હૈયેથી, પ્રેમથી એકબીજાની સાથે ખેલી રહ્યા છે
ઘર ઘર દીપ પ્રગટી રહ્યાં છે, બાળી અંધકાર પ્રકાશ ફેલાવી રહ્યા છે