View Hymn (Bhajan)
Sr No. 489 | Date: 08-Nov-19931993-11-081993-11-08કરીએ ખુદ ખોટું ને ખોટું જીવનમાં, ખુદે કરેલું ના લાગે ક્યારેય ખોટું અમનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karie-khuda-khotum-ne-khotum-jivanamam-khude-karelum-na-lage-kyareya-khotumકરીએ ખુદ ખોટું ને ખોટું જીવનમાં, ખુદે કરેલું ના લાગે ક્યારેય ખોટું અમને
કરીને ખોટું કર્યું છે સાચું એવું સદા કરાવીએ રે અમે
કરે અન્ય કોઈ અણગમતું વર્તન, ત્યારે લાગે બહુ ખોટું અમને
થઈ ના શકે જ્યારે એનો સામનો, તાકાતની વાત ત્યારે અમે ના રે કરીએ
ગણી એને ખોટું, સત્યવાદી બનીને ફરીએ રે અમે, કરતા સામનો ડરીએ રે અમે
કરીએ અન્યના કરતૂતોના પડદા ફાસ, અમે ખુદ પર પડદો પાડતા ફરીએ
કરી વાતોના રે ફાંકા, અમે ખુદ ખુદને હાથે વણનોતરી મુસીબતો બોલાવીએ
ભલે સામનો કરતા અમે ગભરાઈએ, પણ ખુદને ખોટા ઠરાવવાનું સ્વીકાર ના રે કરીએ
અહંને અભિમાનમાં રે અમારા, અમે તણાતા ને તણાતા રે જઈએ
ખુદ ખુદ પર કરી વાર, ખુદને ઘાયલ અમે કરતા રે રહીએ
કરીએ ખુદ ખોટું ને ખોટું જીવનમાં, ખુદે કરેલું ના લાગે ક્યારેય ખોટું અમને