View Hymn (Bhajan)
Hymn No. 4772 | Date: 12-Jan-20192019-01-122019-01-12જરૂરી છે, જરૂરી છે, જીવન જીવવા કાજે અંતરની શાંતિ જરૂરી છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaruri-chhe-jaruri-chhe-jivana-jivava-kaje-antarani-shanti-jaruri-chheજરૂરી છે, જરૂરી છે, જીવન જીવવા કાજે અંતરની શાંતિ જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, કાર્યને પાર પાડવા માટે મનની સ્થિરતા જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, આનંદમય જીવન કાજે હૈયાની હળવાશ જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, વૃત્તિના ક્ષય કાજે વૈરાગ્ય જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, હૈયાના ઉમંગ માટે પ્રેમ તો જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, દૃઢ સંકલ્પ મંઝિલે પહોંચવા માટે
જરૂરી છે, જરૂરી છે, અંતરનું એકાંત સાધવું તો જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, આળસને હણવા સતત કાર્યશીલ રહેવું જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, ઊર્જા માટે આનંદ ને મસ્તીમાં ઝૂમવું જરૂરી છે
આ બધું પામવા માટે પ્રભુ, તારામાં રહેવું સતત જરૂરી છે
જરૂરી છે, જરૂરી છે, જીવન જીવવા કાજે અંતરની શાંતિ જરૂરી છે