View Hymn (Bhajan)
Hymn No. 4516 | Date: 16-Apr-20162016-04-162016-04-16ગીત-સંગીતના સંગમ મળે, ત્યાં આનંદ છવાઈ રે જાય (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gitasangitana-sangama-male-tyam-ananda-chhavai-re-jayaગીત-સંગીતના સંગમ મળે, ત્યાં આનંદ છવાઈ રે જાય (2)
ગાયે કોઈ રાગ મલ્હાર કે મેઘ, પણ મળવા ત્યાં આવી રે જાય
થનગન થનગન નાચે રે મોરલા, ને અંગેઅંગમાં ઉમંગ વ્યાપી રે જાય
ગાવું છે ગીત મારે રે એવું રે પ્રભુ, કે જેમાં તું આનંદે રે નહાય
છેડવા છે વૈરાગ એવા રે મને, કે વૈકુંઠનું પ્રાગટ્ય રે થાય
જાગે નારાયણ નીંદમાંથી, આનંદવિભોર એ તો બની રે જાય
રગેરગમાં જ્યાં તાર વૈરાગ્યના ગુંજી ઊઠે, પ્રભુ એમાં રે ખુશ થાય
ખુદ આવે વાલો મારો બાહો પસારી, પછી બાકી શું રહી રે જાય
શીખવાડ મને રાગ વૈરાગના, કે નાચી ઊઠે એમાં સુણીને મારો રે પોકાર
સમાધિમાં રહેતા વાલાને પણ, નૃત્ય એ કરાવી રે જાય
ગીત-સંગીતના સંગમ મળે, ત્યાં આનંદ છવાઈ રે જાય (2)