View Hymn (Bhajan)
Hymn No. 4517 | Date: 16-Apr-20162016-04-162016-04-16શું બદલાશે, ક્યાંથી બદલાશે, જ્યાં ખાલી ખોટી વાતો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shum-badalashe-kyanthi-badalashe-jyam-khali-khoti-vato-chheશું બદલાશે, ક્યાંથી બદલાશે, જ્યાં ખાલી ખોટી વાતો છે
અંતરમાં ઊંડે ઊતરવાની ના કોઈ તૈયારી છે, ના અંતરમાં ઊડે ઉતરવું છે
દૃષ્ટિ ધૂમી રહી છે બહાર ને બહાર, બહારની માયા ના છૂટે છે
સાંભળ્યું ઘણું, સમજ્યું ઘણું, પણ એનાથી શું થવાનું છે
જીવનનો જંગ તો છે સહુનો પોતાનો, સહુએ પોતાને જીતવાનો છે
કરશે મદદ કોઈ આવીને એમાં, પણ તૈયારી તો પોતે રાખવાની છે
કોઈ આપણા વતી ના ચાલી શકવાનું છે, એ તો ના થવાનું છે
શૂન્યમાંથી થયું છે સર્જન, પાછું શૂન્યમાં પરિવર્તિત થવાનું છે
યાત્રા છે આ અનોખી, બ્રહ્માંડમાં તો સમાઈ જવાનું છે
કરવી પડશે તૈયારી સહુ સહુએ, વગર તૈયારી એની કાંઈ થવાનું છે
કૃપા ઉતારશે દિવ્યતાની, દિવ્યતામાં નહાવાનું છે
શું બદલાશે, ક્યાંથી બદલાશે, જ્યાં ખાલી ખોટી વાતો છે