View Hymn (Bhajan)
Hymn No. 4515 | Date: 16-Apr-20162016-04-162016-04-16મુલાકાત ના થઈ, મુલાકાત ના થઈ, મુલાકાત ના થઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mulakata-na-thai-mulakata-na-thai-mulakata-na-thaiમુલાકાત ના થઈ, મુલાકાત ના થઈ, મુલાકાત ના થઈ
રહ્યા તમે તો સદૈવ ને સતત, સાથે ને સાથે
હકીકત આ તો મારી જ સદૈવ રહી, કે મુલાકાત ના થઈ
વૃત્તિઓની વણઝાર મારી મને પાછી, ક્યાં ને ક્યાં ખેંચી ગઈ
હાજરીને મારી મેં આપ્યું જોર ઘણું, હાજરી હજૂરની ત્યાં વીસરાઈ ગઈ
મજબૂરીની વાત થઈ સતત, એનાથી ઉપર ઊઠવાની તૈયારી નહીં થઈ
રડગાના ને રડગાના છેડ્યા એવા કે અંતર સાથે મુલાકાત ના થઈ
દૃષ્ટિ રહી બહાર ને બહાર જોતી ને જોતી, અંતરનાં દર્શનની ઇચ્છા ના થઈ
ખોવાયા બહારી ખેંચાણમાં એવા, કે જાણ એની પણ ના થઈ
મુલાકાત ના થઈ, મુલાકાત ના થઈ, મુલાકાત ના થઈ