View Hymn (Bhajan)
Hymn No. 4523 | Date: 16-Apr-20162016-04-162016-04-16ગુંજી રહ્યો છે દસે દિશાઓમાં રે, એક જ તો આનંદSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gunji-rahyo-chhe-dase-dishaomam-re-eka-ja-to-anandaગુંજી રહ્યો છે દસે દિશાઓમાં રે, એક જ તો આનંદ
જયકારો, જય જય જયકારો, ગાઈ રહી છે ધરતી-આકાશ
જયઘોષનો સંભળાઈ રહ્યો છે, બસ એક જ રે અવાજ
વીરની રે જય, મારા મહાવીરની રે જય, વીતરાયની રે જય
અસહ્ય સહ્યા ઉપસર્ગ જેણે, પ્રખર તપ્યા રે જેણે તાપ
સત્ય-પ્રેમ-કરુણાના જેણે વહાવ્યા રે ધોધ, એવા મારા વીરની જય
સંયમનાં પાથર્યાં રે જેણે સઘળે રે તેજ, વીરની રે જય, મહાવીરની ...
અહિંસાનાં આચર્યાં આચરણ જેણે, ત્યાં અનોખા રે તપ
આપ્યા સહુને એણે પ્રેમના રે સંદેશ, એવા મારા વીરની જય
ગુંજી રહ્યો છે દસે દિશાઓમાં રે, એક જ તો આનંદ