View Hymn (Bhajan)
Hymn No. 4524 | Date: 16-Apr-20162016-04-162016-04-16પ્રેમનાં તમારાં કરીએ પારખાં, ના આવકારીએ તમને રે જરાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premanam-tamaram-karie-parakham-na-avakarie-tamane-re-jarayaપ્રેમનાં તમારાં કરીએ પારખાં, ના આવકારીએ તમને રે જરાય
આશા તમારી રાખો અમર, અમારા કાજે ના લાવો એમાં કચાશ
વાલા મારા તમારો આ વ્યવહાર, અમને સમજાયો ના સમજાય
ના કરીએ કાંઈ અમે તમારા કાજે, ના કરીએ પ્રેમભર્યાં પોકાર
તો પળપળ તમે રે સદાય રાખો, અમારી રે પૂરેપૂરી સંભાળ
તમારા આ વ્યવહારના ના મળે રે, ક્યાંય કોઈ ઉદાહરણ તો જરાય
સંજોગે સંજોગે વધે સમજ, જાગે સાચી સમજ, રાહ જુએ એ તો સદાય
ભૂલીને અવગુણો સઘળા, કરો સદૈવ તમે તો ગુણોમાં વધારો
કકડાટ કરીએ અમે તો અમારાં કર્મોનો, શાંત થઈ સાંભળો સદાય
પ્રેમની સાચી સગાઈ રાખો તમે, કરીએ અમે તો ખાલી દેખાડા
પ્રેમનાં તમારાં કરીએ પારખાં, ના આવકારીએ તમને રે જરાય