View Hymn (Bhajan)
Hymn No. 59 | Date: 29-Aug-19921992-08-291992-08-29ગુરુએ મને આપ્યો જ્ઞાનનો દીવડોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gurue-mane-apyo-jnanano-divadoગુરુએ મને આપ્યો જ્ઞાનનો દીવડો,
દીવડો એ તો ટમ ટમ સળગે,
હટ્યો અંધકાર જીવનમાંથી મારા,
અજવાળાના કિરણ ત્યાં તો દેખાયા,
જ્ઞાનના દીવડાથી મળ્યા મને મારા પ્રભુ,
પ્રભુ જ્યાં મળ્યા મને, ભાવ તો જાગ્યા ભક્તિના,
હૈયે કરી ભક્તિ જ્યાં પ્રભુની ભાવથી
થયો મુક્ત આ સંસારથી,
અરે સળગે છે એક દીપકથી બીજો દીપક,
પણ તેલ તો એમાં નાખવું જ પડશે,
તેલ વિના દીપક આપી નથી શક્તો પ્રકાશ,
ભક્તિરૂપી તેલ રેડી અને જ્ઞાનની જ્યોત જલાવી
પ્રકાશિત કરીએ મટી જાશે ભવોભવનો અંધકાર
ગુરુએ મને આપ્યો જ્ઞાનનો દીવડો