View Hymn (Bhajan)
Hymn No. 60 | Date: 29-Aug-19921992-08-291992-08-29હું તો માગું મારા પ્રભુ પાસે બસ એટલુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hum-to-magum-mara-prabhu-pase-basa-etalumહું તો માગું મારા પ્રભુ પાસે બસ એટલું,
મળી છે મંજિલ મને તારા નામની,
એ મારા હાથમાંથી ન છટકી જાય,
યાત્રા શરૂ કરી દીધી છે,
રસ્તો એમાં ન ભુલાઈ જવાય, છે અજાણી ભોમકા,
મનડું મારું જોજે ક્યાંય ન અટવાય,
અરે સામે ને સામે રહેજે તું,
તને જોતાજોતા પાર કરીશ મારો ભવસમુદ્ર,
દૂર ના થતો નજરથી ક્ષણ માત્ર માટે,
તું રહેજે સાથે ને સાથે મારી,
આવીશ હું તારી સંગાથ
હું તો માગું મારા પ્રભુ પાસે બસ એટલું