View Hymn (Bhajan)
Hymn No. 2551 | Date: 05-Aug-19981998-08-051998-08-05વિચારોમાં જાગ્યા એવા આકાર કે, મારામાં વિકાર ઉભા કરી ગયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vicharomam-jagya-eva-akara-ke-maramam-vikara-ubha-kari-gayaવિચારોમાં જાગ્યા એવા આકાર કે, મારામાં વિકાર ઉભા કરી ગયા
ભમતા ને ભટકતા મનને, એ તો પાછું ભરમાવી ગયા
ચાહત હતી દિલમાં સ્થિરતાની, તો હજી જ્યાં જાગી ત્યાં એ આવી ગયા
અસ્થિરતાભર્યા જગમાં મને પાછો એ લઇ ગયા
જીવનમાં મારા દુઃખદર્દમાં વધારો, એ તો કરતા ને કરતા ગયા
મને મારી મંજિલ તરફની દિશાએ, ચાલવાનું એ તો ભૂલાવી ગયા
મળી હતી રાહત મને મારા દર્દથી, કે દર્દ દિલમાં એ વધારી ગયા
ભૂલી ગયો હું જીવનમાં બધું, કે મને રાહેથી એ ભટકાવી ગયા
ચાહતો હતો હું જેનાથી છૂટકારો, પણ એ આવીને બાંધી ગયા
કહું તો શું કહું બીજું, કે ખુદની ખબર એ ભૂલાવી ગયા
વિચારોમાં જાગ્યા એવા આકાર કે, મારામાં વિકાર ઉભા કરી ગયા