View Hymn (Bhajan)
Hymn No. 2991 | Date: 07-Nov-19981998-11-071998-11-07મળશે તારા સૂરમાં સૂર જ્યાં પ્રભુના, તો હૈયા એ સહુના હલાવી જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malashe-tara-suramam-sura-jyam-prabhuna-to-haiya-e-sahuna-halavi-jasheમળશે તારા સૂરમાં સૂર જ્યાં પ્રભુના, તો હૈયા એ સહુના હલાવી જાશે
બ્રહ્માંડમાં સર્વત્ર એ તો ફેલાઈ જાશે, કે આકાશ પાતાળને ભેદી જાશે
હૈયા પર સહુના મર્મ બની એ છવાઈ જાશે, દર્દ સહુના એ ભુલાવી જાશે
મુક્તિ શું છે ને શું નહીં, એનો અહેસાસ ગહેરો એ તને આપી જાશે
દિલ પર સહુના નશાની જેમ એ છવાઈ જાશે, મળશે તારા સૂરમાં …
કાં ક્રોધના અગ્નિથી દૂર જીવનમાં સહુને, આત્મીયતાનો અનુભવ અપાવી જાશે
રોમે રોમમાં તારા બંદગીનો નશો છવાઈ જાશે
થનગન વહેતું તારું એ સંગીત, કંઈક મોડ ને દિશા નવી આપી જાશે
કીર્તનમાં જ્યાં તન મન તારું જોડાશે, બદલાઈ તું એમાં આપોઆપ જાશે
આનંદની દુનિયામાં પ્રવેશ તારો, આપો આપ એમાં થઈ જાશે, મળશે તારા …
મળશે તારા સૂરમાં સૂર જ્યાં પ્રભુના, તો હૈયા એ સહુના હલાવી જાશે