View Hymn (Bhajan)
Hymn No. 619 | Date: 07-Feb-19941994-02-071994-02-07હૈયું જ્યાં ભાવથી ભીંજાઈ જાય છે, આંખેથી અશ્રુ સરી ત્યાં જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyum-jyam-bhavathi-bhinjai-jaya-chhe-ankhethi-ashru-sari-tyam-jaya-chheહૈયું જ્યાં ભાવથી ભીંજાઈ જાય છે, આંખેથી અશ્રુ સરી ત્યાં જાય છે
હોય ભલે આનંદનો અતિરેક કે હોય દુઃખનો કોઈ ગહેરો અનુભવ
હૈયું જ્યાં ભાવમય બની, ભાવમાં ભીંજાઈ જાય છે, સ્વર ત્યાં તો બદલાઈ જાય છે
આંખથી વહેતા આંસુ, ક્યારેક શાંતિ તો ક્યારેક અશાંતિ આપી જાય છે
અતિ અતિના મોહમાં ઘાયલ મન, અહીં તહીં ભટકી જાય છે
સહજતાથી મળેલું હોય છે જે જીવનમાં, અતિની ભાવનાથી એ પણ ભુલાઈ જાય છે
ભાવ ને અભાવના એ સમુદ્રમંથનમાં શું નું શું થાય છે, ના એ તો સમજાય છે
ભીંજાતા પ્રભુના ભાવમાં, ભ્રમણા ભવોભવની મટી જાય છે
આનંદ ને ઉમંગમાં આંખેથી અશ્રુ સરી જાય છે, આનંદ એ તો આપી જાય છે
હૈયું જ્યાં ભાવથી ભીંજાઈ જાય છે, આંખેથી અશ્રુ સરી ત્યાં જાય છે