View Hymn (Bhajan)
Sr No. 3848 | Date: 15-Apr-20002000-04-152000-04-15હજારો મુસાફરો ચાલી રહ્યાં છે જેના પર, તોય રાહ એકલી છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hajaro-musapharo-chali-rahyam-chhe-jena-para-toya-raha-ekali-chheહજારો મુસાફરો ચાલી રહ્યાં છે જેના પર, તોય રાહ એકલી છે
જેના આંચલમા પોઢી રહ્યાં છે, હજારો તોય રાત એકલી છે
ચાંદથી હોય ભલે ચાંદની, તોય ચાંદની એકલી છે
હશે ઘણું બધું એકલું જીવનમાં, પણ ના પ્રીત એકલી છે.
મળે જેના થકી જીત જે જીવનમાં, ના જીત એકલી છે.
એકલતાથી લાગે ડર જીવનમાં, તો એકલતાને મિટાવવાની છે
કરી લ્યો સંગ પ્રભુનો કે, ના તામારી આરઝુ એકલી છે.
હજારો અરમાનો છે દિલમાં તોય હરએક ઇચ્છા એકલી છે.
હજારો જિંદગીઓ જીવી રહી છે અહીં, તોય હરએક જિંદગી એકલી છે.
યાદે યાદે છે સંગ કોઈનો તો અમારે, તોય હરએક યાદ એકલી છે.
હજારો મુસાફરો ચાલી રહ્યાં છે જેના પર, તોય રાહ એકલી છે