View Hymn (Bhajan)
Sr No. 3849 | Date: 15-Apr-20002000-04-152000-04-15કાયાના પીંજરા રોકી ના શકે, અમને એક થવામાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kayana-pinjara-roki-na-shake-amane-eka-thavamamકાયાના પીંજરા રોકી ના શકે, અમને એક થવામાં
કાયાના પીંજરામાંથી તને અમને સાધવું છે
તોડીને બધા બંધન, તારી સાથે ઐક્ય અમને સાધવું છે
કાયાના પિંજરામાંથી અમને તારે પામવું છે
પુરાયા એ પિંજરામાં અમે, તો અમારી રીતે
એ પિંજરામાંથી બહાર નીકળતા, અમારે શીખવું છે
પ્રેમના શસ્ત્રથી, અમારે એક થાવું છે.
પિંજરાના મોહમાં, રહ્યાં અમે જુદા જુદા
હવે એ મોહ તોડવો છે, કે અમારે એક થાવું છે
કાયાના પીંજરા રોકી ના શકે, અમને એક થવામાં