View Hymn (Bhajan)
Sr No. 3847 | Date: 15-Apr-20002000-04-152000-04-15તારી યાદોની કાંકરી, તું મને મારતો રહેજે રે શ્યામSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-yadoni-kankari-tum-mane-marato-raheje-re-shyamaતારી યાદોની કાંકરી, તું મને મારતો રહેજે રે શ્યામ
મારા મનની મટુકડીને, તું ફોડતો રહેજે રે શ્યામ
પનઘટની એ વાટ્યુંમાં, તું મને મળતો રહેજે
સ્વપ્નામાં આવીને મને તું જગાડતો રહેજે
તારી બાંસૂરીની ધૂન તું છેડતો રહેજે
ફોડીને મારા મનની મટુકડીને, મને ઠંડા પાણીથી નવરાવતો રહેજે
તારા પ્યારની ભીનાશ લાગે પ્યારી, કે તારી યાદોની કાંકરી
ક્ષણ ક્ષણ ના દીદાર તું અમને દેતો રહેજે, તારી યાદોની કાંકરી …
રાસને રમઝટમા તારી, તું અમને બોલાવતો રહેજે
કે દિલની દુનિયામાં તું, ધમાલ મચાવતો રહેજે, તારી યાદોની
તારી યાદોની કાંકરી, તું મને મારતો રહેજે રે શ્યામ