View Hymn (Bhajan)
Hymn No. 4659 | Date: 28-Oct-20172017-10-282017-10-28હકીકતની હકીકત છે, એની તહેકીકાત તમે કરશો નહીંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hakikatani-hakikata-chhe-eni-tahekikata-tame-karasho-nahimહકીકતની હકીકત છે, એની તહેકીકાત તમે કરશો નહીં
વાત બિલકુલ સાચી કહું છું, એને ખોટી ગણશો નહીં
આવડતું નથી કાંઈ મને, ના કાંઈ સમજાય છે
ના જાણે છે કોઈ મને, ના કાંઈ ખબર પડે છે
સનાતન સત્ય છે આ, ના એમાં કાંઈ ખોટું છે
કૃપા તારી ઊતરે જ્યારે, સમજાવે તું જ્યારે
સમજાય ત્યારે, બાકી કાંઈ કહી ના શકાય છે
હકીકતની હકીકત છે, એની તહેકીકાત તમે કરશો નહીં