View Hymn (Bhajan)
Hymn No. 4660 | Date: 22-Dec-20172017-12-222017-12-22હે 'મા' પ્રાર્થના આ મારી સ્વીકાર કરો, માડી પ્રાર્થના સ્વીકાર કરોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-ma-prarthana-a-mari-svikara-karo-madi-prarthana-svikara-karoહે 'મા' પ્રાર્થના આ મારી સ્વીકાર કરો, માડી પ્રાર્થના સ્વીકાર કરો
હૃદયને મારા તારા નામના ગુંજનથી ભરો, હે 'મા' પ્રાર્થના સ્વીકાર કરો
મનને તમારામય કરો હે જગતજનની, પ્રાર્થના આ સ્વીકાર કરો
તારા સંગીતથી સભર બને જીવન, તારા તાન ને તારા ગાન છેડો
હે જગતમાતા નાનકડી આ વિનંતી, મારી સ્વીકાર કરો
અબૂઝ ને અબુધ તારા નાના બાળને, તારી સૂઝથી ભરો
પણ સત્યના પ્રકાશથી જીવનના, સઘળા અંધકાર 'મા' દૂર કરો
હે ભવાની, હે જગદંબા, હે જગતજનની, વાત આ હૈયે ધરો
તારાં કાર્ય જે કરવાનાં છે, એને તમે જ પાર પાડો
તમારા ગીતગુંજનથી જીવનના બાગ ખિલાવો, પ્રાર્થના સ્વીકાર કરો
હે 'મા' પ્રાર્થના આ મારી સ્વીકાર કરો, માડી પ્રાર્થના સ્વીકાર કરો