View Hymn (Bhajan)

Sr No. 4607 | Date: 25-May-20172017-05-25હાલત મારી કેવી છે એની જાણ મારા કરતાં તને વધારે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=halata-mari-kevi-chhe-eni-jana-mara-karatam-tane-vadhare-chheહાલત મારી કેવી છે એની જાણ મારા કરતાં તને વધારે છે

મનમાં મારા શું ચાલે છે એ, મારા કરતાં તું પૂર્ણપણે જાણે છે

ઇચ્છાઓમાં ઇચ્છા કંઈ રમે છે, એ પણ તો તું જાણે છે

જાણે છે ને સમજે છે, તું તો મને પૂર્ણપણે જાણે છે

મારા વહાલા, મારા પ્રભુ તોય હું અજાણ છું, તોય તુજથી હું અજાણ છું

ના સમજું તને, ના તારી ચાલ સમજમાં આવે છે

શુષ્કતામાં દિવસ પસાર થાય છે, તારો પ્રેમ હૃદયમાંથી ના ઝરે છે

ના થાય છે સતત વહેતા પ્રેમનો અનુભવ, ના તારી હાજરી અનુભવાય છે

આવતા જાતા શ્વાસોના સંગે, જીવન આમ જ પસાર થઈ જાય છે

દર્દભરી અવસ્થાનું મારા વહાલા, ના આદી ના અંત દેખાય છે

અંતર સભર રહે તારા કાજે પૂર્ણ પ્રેમથી, એવું ના થાય છે

વૃત્તિઓની ખેંચતાણમાં, તથ્ય હંમેશાં વીસરાઈ જવાય છે

હાલત મારી કેવી છે એની જાણ મારા કરતાં તને વધારે છે
Halata mari kevi chhe eni jana mara karatam tane vadhare chhe

View Original
Increase Font Decrease Font

હાલત મારી કેવી છે એની જાણ મારા કરતાં તને વધારે છે

મનમાં મારા શું ચાલે છે એ, મારા કરતાં તું પૂર્ણપણે જાણે છે

ઇચ્છાઓમાં ઇચ્છા કંઈ રમે છે, એ પણ તો તું જાણે છે

જાણે છે ને સમજે છે, તું તો મને પૂર્ણપણે જાણે છે

મારા વહાલા, મારા પ્રભુ તોય હું અજાણ છું, તોય તુજથી હું અજાણ છું

ના સમજું તને, ના તારી ચાલ સમજમાં આવે છે

શુષ્કતામાં દિવસ પસાર થાય છે, તારો પ્રેમ હૃદયમાંથી ના ઝરે છે

ના થાય છે સતત વહેતા પ્રેમનો અનુભવ, ના તારી હાજરી અનુભવાય છે

આવતા જાતા શ્વાસોના સંગે, જીવન આમ જ પસાર થઈ જાય છે

દર્દભરી અવસ્થાનું મારા વહાલા, ના આદી ના અંત દેખાય છે

અંતર સભર રહે તારા કાજે પૂર્ણ પ્રેમથી, એવું ના થાય છે

વૃત્તિઓની ખેંચતાણમાં, તથ્ય હંમેશાં વીસરાઈ જવાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hālata mārī kēvī chē ēnī jāṇa mārā karatāṁ tanē vadhārē chē

manamāṁ mārā śuṁ cālē chē ē, mārā karatāṁ tuṁ pūrṇapaṇē jāṇē chē

icchāōmāṁ icchā kaṁī ramē chē, ē paṇa tō tuṁ jāṇē chē

jāṇē chē nē samajē chē, tuṁ tō manē pūrṇapaṇē jāṇē chē

mārā vahālā, mārā prabhu tōya huṁ ajāṇa chuṁ, tōya tujathī huṁ ajāṇa chuṁ

nā samajuṁ tanē, nā tārī cāla samajamāṁ āvē chē

śuṣkatāmāṁ divasa pasāra thāya chē, tārō prēma hr̥dayamāṁthī nā jharē chē

nā thāya chē satata vahētā prēmanō anubhava, nā tārī hājarī anubhavāya chē

āvatā jātā śvāsōnā saṁgē, jīvana āma ja pasāra thaī jāya chē

dardabharī avasthānuṁ mārā vahālā, nā ādī nā aṁta dēkhāya chē

aṁtara sabhara rahē tārā kājē pūrṇa prēmathī, ēvuṁ nā thāya chē

vr̥ttiōnī khēṁcatāṇamāṁ, tathya haṁmēśāṁ vīsarāī javāya chē